વાંકાનેર : વાંકાનેર તાલુકાની જામસર સીઆરસી હેઠળની જામસર તાલુકા શાળામાં 26મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત દીકરીની સલામ દેશને નામ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમ અંતર્ગત ગામની દીકરી દેલવાડીયા દેવુંબેન અશોકભાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમજ દીકરીને જામસર સીઆરસી કો. ઓર્ડીનેટર ચૌહાણ નરેન્દ્રસિંહ એસ.ના હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ તકે શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગામના સરપંચ, એસએમસી કમીટીના સભ્યો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા જામસર તાલુકા શાળાના આચાર્ય સોલંકી વિનોદભાઈના માર્ગદર્શન હેઠળ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.