સ્કાય મોલ પાર્કિંગ મુદ્દે થેયલી માથાકૂટ મામલે યુવકને ધમકી આપતા છ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇમોરબી : મોરબીના સ્કાયમોલમા વાહન પાર્કિંગ બાબતે અગાઉ થયેલ બબાલનો ખાર રાખી જે વ્યક્તિ સાથે માથાકૂટ થઈ હતી તે વ્યક્તિના મિત્ર એવા ડ્રાઇવરના ઘેર જઈ છ ઈસમોએ હુમલો કરી બે વાહનમાં તોડફોડ કરવાની સાથે જાનથી મારી નાંખવાની ધમકી આપતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર ભગવતી હોલ પાસે કૈલાશપાર્કમાં રહેતા અને ડ્રાઈવર તરીકે નોકરી કરતા ફરિયાદી હિતેશભાઈ ધર્મેન્દ્રભાઈ વસવેલીયાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, અગાઉ મોરબીના સ્કાયમોલમાં વાહન પાર્ક કરવા અંગે તેના મિત્ર દેવ કુંભારવાડિયાને આરોપીઓ સાથે માથાકૂટ થયેલ હોય અને ફરિયાદી હિતેશભાઈ અવાર નવાર દેવ સાથે ફરતા હોવાથી આ બાબતનો ખાર રાખી ગત તા.25ના રોજ આરોપી મચ્છો રબારી, સંજયભાઈ રબારી, દિનેશભાઇ રબારી, મહેશભાઈ રબારી, મેરુ રબારી અને જેઠો રબારી નામના શખ્સ તેમના ઘેર આવ્યા હતા અને બહાર બોલાવી સ્કાયમોલ વાળી મેટરમાં રસ નહિ લેતો નહિતર સારાવટ નહિ રહે તેવું જણાવી બહાર બોલાવ્યો હતો.વધુમાં ફરિયાદી હિતેશભાઈએ જણાવ્યું હતું કે, બાદમાં સ્વીફ્ટ કારમાં આવેલા છએય આરોપીઓએ ધમકી આપતા કહ્યું હતું કે, સ્કાયમોલ વાળી મેટરમાં રસ ન લેતો નહિ તો સારાવટ નહિ રહે કહી આરોપીઓએ છરી બતાવવાની સાથે હાથમાં પથ્થર હોય પોતે દોડીને ઘરમાં ભાગી ગયો હતો જે બાદ આરોપીઓ એક સંપ કરી છરી બતાવી હતી અને હાથમાં પથ્થર લઈ પાછળ દોડ્યા હતા અને ઘરના દરવાજામાં છૂટા પથ્થરના ઘા કરી ઘર બહાર પડેલા એક્ટિવા સહિતના બે મોટર સાયકલમાં નુકશાન પહોંચાડી આજે તો તને મારી જ નાંખવો છે તેવી ધમકી આપતા તમામ છ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.