મોરબી : મોરબી તાલુકાના બગથળા ગામના વતની અને સરસ્વતી શિશુમંદિર શાળાનો વિદ્યાર્થી નિયંતા તુષારભાઈ બોપલીયાએ નિબંધ લેખન સ્પર્ધામાં ગુજરાત પ્રાંત દ્વારકા વિભાગમાં પ્રથમ નંબર મેળવ્યો છે.વિદ્યાભારતી સંસ્કૃતિ બોધ પરિયોજના- ગુજરાત પ્રાંત દ્વારા નિબંધ લેખન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ધોરણ 6 થી 8માં બગથળા ગામના વતની અને સરસ્વતી શિશુમંદિરના ધોરણ 6ના વિદ્યાર્થી નિયંતા તુષારભાઈ બોપલીયાએ ગુજરાત પ્રાંત દ્વારકા વિભાગમાં કૂલ 638 વિદ્યાર્થીઓમાંથી નિબંધ લેખન સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. નિયંતા બોપલીયાએ પ્રથમ નંબર મેળવીને બગથળા ગામ અને સરસ્વતી શિશુમંદિર શાળાનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ બદલ શાળા પરિવારે નિયંતાને અભિનંદન પાઠવ્યા છે.