મોરબી : મહિલા યોગ સમિતિ મોરબી દ્વારા તાજેતરમાં યોગ શિબિરનું આયોજન ભારતીબેન રંગપરીયા તથા મીનાબેન માકડીયાના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.મોરબીમાં પતંજલિ યોગપીઠ હરિદ્વારથી પધારેલ સાધ્વી દેવાદેતીજી તથા ગુુજરાત રાજ્ય મહિલા પ્રભારી, તનુજા દીદીના સાનિધ્યમાં દ્વિદિવસીય સર્વ રોગ નિવારણ યોગ શિબિરમાં ઘર ઘર સુધી યોગ પહોંચાડવાના સંકલ્પ લેવામાં આવ્યા હતા. આજની ભાગદોડ ભરી જિંદગી અને અકાળે યુવાન માણસ મોત પામી રહ્યા છે, ત્યારે શરીરને સ્વસ્થ અને મનને શાંત રાખવા માટે જીવનમાં યોગ-યજ્ઞની જરૂરિયાત અનિવાર્ય બની રહી છે. જેથી આ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.