મોરબી : આજરોજ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મોરબીમાં સ્વયમ્ સૈનિક દળના માધ્યમથી મહારેલી મહા સલામીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ અંતર્ગત વિશાળ રેલી કાઢવામાં આવી હતી. રેલીની શરૂઆત બૌદ્ધનગરથી કરવામાં આવી હતી. ત્યાંથી આ રેલી ગાંધી સોસાયટી થઈ જીવરાજ સોસાયટી, જવાહર સોસાયટી, માળીયા વનાળિયા, સો ઓરડી થી મયુર પુલ થઈ ગેસ્ટ હાઉસ રોડ થઈને નગર દરવાજા ચોકથી સિવિલ હોસ્પિટલ ચોક ખાતે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પહોંચી હતી. જ્યાં ડો. બાબાસાહેબને મહા સલામી આપી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો.