મોરબી : મોરબીના તીર્થધામ ખોખરા હનુમાન હરિહરધામ બેલા-ભરતનગર ખાતે તા. 27 જાન્યુઆરીને શનિવારના સવારે 10:45 કલાકે સંત નિવાસ ભૂમિ પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભૂમિપૂજન મહામંડલેશ્વર પ.પૂ.માં કનકેશ્વરીદેવીના પાવન સાનિધ્યમાં યોજાશે. આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી તથા મધ્યપ્રદેશ સરકારના શહેરી વિકાસ વિભાગના મંત્રી કૈલાશ વિજયવર્ગીયજીના હસ્તે સંપન્ન થશે. આ તકે ઈન્દોરના ધારાસભ્ય રમેશજી મેંદોલા, મોરબી ધારાસભ્ય કાંતીભાઇ અમૃતિયા તેમજ અન્ય મહેમાનો ઉપસ્થિત રહેશે. સમારોહના અંતે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગ્રામજનોને ઉપસ્થિત રહેવા ખોખરા હનુમાન હરિહરધામ સેવા સમિતિ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.