મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રંગપર ગામની સીમમાં દરોડો પાડી વોટરો સિરામિક ફેકટરી નજીક જાહેરમાં જુગાર રમતા નવ પરપ્રાંતીય શખ્સોને રોકડા રૂપિયા 24,600 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન રંગપર ગામની સીમમાં દરોડો પાડી વોટરો સિરામિક ફેકટરી નજીક જાહેરમાં જુગાર રમતા મહેશકુમાર ઘુવિપ્રસાદ નિસાદ, રહે. મહાપુર, જી.ઓરૈયા, ઉત્તરપ્રદેશ, બ્રજેશ નન્હા અહિવાર, રહે. સિંગપુર, જી.સાગર, જી. મધ્યપ્રદેશ, સીતાશરણ શ્રીરામસ્વરૂપ નિસાદ ઉ.વ.૨૪, રહે. કલુવાતાલા, દોરાહત તા.ભોગનાપુર, જી.કાનપુર, ઉત્તરપ્રદેશ, રામનરેશ મુલચંદ નિસાદ, રહે. મડાપુર, તા. ઔરૈયા, જી.ઓરૈયા, ઉત્તરપ્રદેશ, રાજેશકુમાર શ્યામબિહારી યાદવ, રહે. સોહનીપટ્ટી, વોર્ડ નં.૨૧, જી.બકસર, બિહાર, રાજકુમાર બિરેન્દ્ર નિસાદ, રહે. ગડાકાસદર, તા.ચકનનંગા, જી.ઇટાવા, ઉત્તરપ્રદેશ, શિવમ દાલચંદ નિસાદ રહે. મડાપુર, તા.ઓરૈયા, જી,ઓરૈયા, ઉત્તરપ્રદેશ, ધર્મેન્દ્રકુમાર સંતોષકુમાર નિસાદ, રહે. મડાપુર, તા.જી.ઓરૈયા, ઉત્તરપ્રદેશ અને રવિકુમાર તેજાસાહ શાહ ઉ.વ. ૨૪, રહે. બિલાઉ, તા.સિકડોલક, જી.બકસર, બિહાર નામના શખ્સોને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 24,600 કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.