મોરબી : મોરબીના એસોસિએશન ઓફ પિડિયાટ્રીશિયનના વર્ષ 2024-2025નાં નવા હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી હતી. જેમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે ડો. સંદિપ મોરી (માસૂમ હોસ્પિટલ), સેક્રેટરી તરીકે ડો. અલ્પેશ રાંકજા (સ્નેહ હોસ્પિટલ) અને ખજાનચી તરીકે ડો. હાર્દિક બોરસાણીયા (ઘનશ્રી હોસ્પિટલ)ની વરણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, એસોસિએશન ઓફ પિડિયાટ્રીશિયન (એઓપી ટ્રસ્ટ) એ મોરબીના બધા બાળરોગ નિષ્ણાંત ડોક્ટરોનું સંગઠન છે. તેના દ્વારા ડોક્ટરો તથા નર્સિંગ સ્ટાફની ટ્રેનિંગ માટેના સેમિનાર, બાળકોના વાલીઓને માર્ગદર્શન માટેના કાર્યક્રમ, જનજાગૃતિ અને વિવિધ સામાજીક કાર્યો કરવામાં આવે છે.