મોરબી : મોરબી શહેરમાં આજે 26મી જાન્યુઆરીની ખુબ જ ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત શહેર યુવા ભાજપ દ્વારા તિરંગા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઈક રેલીમાં જીલ્લા યુવા મોરચાના પ્રમુખ સાગરભાઈ સદાતિયા, મોરબી શહેર યુવા મોરચા પ્રમુખ જયદીપભાઈ કંડીયા, મહામંત્રી શક્તિભાઈ, યોગીરાજસિંહ તેમજ જીલ્લા અને શહેરના યુવા મોરચાના બહોળી સંખ્યામાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.