મોરબી : પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના ''કર્તવ્ય પથ'' ઉપર ભવ્ય અને રંગારંગ પરડેનું આયોજન થયું હતું, દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબ્લો પણ પ્રદર્શિત થયા હતા જેમાં ગુજરાત દ્વારા 26 જાન્યુઆરીએ પ્રદર્શિત થયેલા ટેબ્લો : ''ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ'ને વિજેતા બનાવવા માટે અપીલ કરવામાં આવી છે.ગુજરાતની આગવી ઓળખ સમાન ધોરડો ટેબ્લોને વોટ આપી વિજેતા બનાવવા માટે આ સાથે સામેલ લિન્કનો ઉપયોગ કરી આપનું ભરપૂર વોટિંગ કરીને ગતવર્ષની જેમ આ વખતે પણ વિજેતા બનાવવાનું નહિ ચૂકવા અપીલ કરવામાં આવી છે. આ લિંક આપ આપના મિત્રો, પરિચિતો, યુવાઓ, સમાજ અને કચેરીના સભ્યોને મોટા પ્રમાણમાં શેર કરો અને તેમને પણ વોટિંગ કરવા વિનંતી કરી, ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવવામાં સહયોગ આપો.આ રીતે કરી શકો છો આપ વોટિંગ :અહીં નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો :• https://www.mygov.in/group-poll/vote-your-favourite-tableau-republic-day-2024/• ત્યારબાદ, રાજ્યોના ટેબ્લોની સૂચિ જુઓ, જેમાં ગુજરાત 04 (ચોથા ક્રમાંકે) છે, ત્યાં ટીક કરો.• નીચે લીલા બટનમાં Log in to Participate છે દબાવો • ત્યાર બાદ તમારા મોબાઈલ નંબર/ઇ-મેલ આઈડી લખો• જેથી તમને એક OTP પ્રાપ્ત થશે• આ OTP લખતા થોડીવારમાં જ તમારો વોટ ગુજરાતને રજીસ્ટર થઇ જશે.જો SMS થી વોટિંગ કરવા માંગતા હોવ તો નીચેની પદ્ધતિનો અમલ કરો :SMS Syntax: MYGOVPOLL344521Choice NumberSend to 7738299899વોટિંગ લિંક તા.27 જાન્યુઆરી, 2024ના સવારે 05:30 કલાક સુધી જ ખુલી હોઈ, ભરપૂર વોટિંગ કરી ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવવા અંતમાં જણાવાયું છે.