મોરબી : મોરબીમાં રહેતા જીવદયા પ્રેમી વિપુલભાઈ કડીવાર અને સાગરભાઈ કડીવાર દ્વારા 26મી જાન્યુઆરીએ આવેલ ભૂકંપમા મૃત્યુ પામેલા દિવંગત આત્માઓ તેમજ વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતાત્માઓને શાંતિ માટે આજે 51 નાળિયેરમાં કીડીયારું ભરી બાવળ તેમજ બોરડીના ઝુંડમા કીડીયારું ભરેલા નાળિયેર દાટી લાખો સૂક્ષ્મજીવો માટે ભંડારાની અનોખી વ્યવસ્થા કરી હતી.