મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલે તાન્જાનીયાના માઉન્ટ કીલીમનજારોમાં આવેલ આફ્રીકાનો હાઇએસ્ટ પોઇન્ટ સર કરી ગુજરાત પોલીસનુ ગૌરવ વધાર્યું છે.તાજેતરમાં શિખર ટ્રાવેલ્સ ઇન્ડીયા પ્રાઇવેટ લીમીટેડ દ્રારા આફ્રીકાના તાન્જાનીયામાં આવેલ આફ્રીકાના હાઇએસ્ટ માઉન્ટ પોઇન્ટ માઉન્ટ કીલીમનજારો સર કરવા અંગે સમીટનુ આયોજન કરવામાં આવેલ હોય જે અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ તથા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, મોરબી જીલ્લા તથા નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ. પૃથ્વીરાજસિંહ રણજીતસિંહ જાડેજાએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેઓએ આફ્રીકા ખંડના તાન્જાનીયા દેશમાં આવેલ આફ્રીકાના હાઇએસ્ટ પોઇન્ટ માઉન્ટ કીલીમનજારો શિખર (ઉંચાઇ-૫૮૯૫ મીટર, ૧૯૩૪૧ ફુટ)ના એવરેસ્ટને સર કરી ગુજરાત પોલીસનુ ગૌરવ વધારેલ હોય મોરબી જીલ્લાના તમામ અધિકારી તથા કર્મચારી દ્રારા અભિનંદન પાઠવવામાં આવે છે.