મોરબી : મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પ્રથમવાર બેન્ડની સુરાવલી સાથે સંગીત સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં દેશભક્તિના ગીતો ઉપર કલાકારોએ સુર રેલાવ્યા હતા. ડીડીઓ ડી.ડી.જાડેજાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ઉપરાંત જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.