મોરબી પ્રાંત અધિકારીના હસ્તે ધ્વજ વંદન, વૃક્ષારોપણ કરાયુંમોરબી : આજરોજ 75મા પ્રજાસતાક પર્વની મોરબી શહેર કક્ષાની ઉજવણી અત્રેના લીલાપર રોડ ઉપર આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. ધ્વજવંદનની સાથો સાથ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરાયું હતું.મોરબી શહેર કક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણી આજરોજ મોરબીના લીલાપર રોડ ખાતે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી.જેમાં મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમારના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી શહેરની વિવિધ શાળાઓના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક અને દેશભક્તિ અંગેના કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. સાથે જ શ્રેષ્ઠ કામગીરી કરનાર 11 કર્મવીરોના સન્માન સાથે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ તકે બહોળી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યા હતા.