મોરબી : અયોધ્યામાં થયેલી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ગત તારીખ 22 જાન્યુઆરીના રોજ મોરબીની વિદ્યાધર સોસાયટીમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. વિદ્યાધર સોસાયટીના લોકો દ્વારા વિદ્યાધર મહાદેવ અને હનુમાનજી મંદિરે દિવ્ય દિવડાની આરતી, સમસ્ત સોસાયટી ભોજન સમારંભનું ભવ્ય આયોજન આગેવાનો દ્વારા કરાયું હતું.