- text
મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં એક સાથે 5 હજાર જગ્યા પર વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા નમો નવ મતદાતા સંમેલન યોજાયું હતું. જેમાં વડાપ્રધાને 18 થી 25 વર્ષના નવ મતદાતાઓને લાઈવ સંબોધન કર્યું હતું. મોરબીમાં કૂલ 5 સ્થળે નમો નવ મતદાતા સંમેલન યોજાયું હતું.
મોરબી જિલ્લામાં જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સાગરભાઈ સદાતીયાના માર્ગદર્શન હેઠળ 5 સ્થળે નવ મતદાતા સંમેલન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. ટંકારા પડધરી વિધાનસભા વિસ્તારમાં એલિટ એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, કે.એસ. અમૃતિયા, નરેન્દ્રસિંહ ઝાલા, સાગરભાઈ સદાતીયા, દર્શિતભાઈ કાવર, હસુભાઈ દુબરીયા, ધર્મરાજસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મોરબી-માળીયા વિધાનસભા વિસ્તારમાં નવયુગ સંકુલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા, શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કણઝારીયા, રિસીપભાઈ કૈલા તેમજ યુવા મોરચાના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરતનગરની આર્યવ્રત કોલેજમાં પણ નવ મતદાતા કાર્યક્રમ યોજાયો હતો.
- text
- text