- text
મોરબી : હાલ હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે ત્યારે આજ રોજ 25 જાન્યુઆરીના રોજ મોરબી સબ જેલ ખાતે સીપીઆર ટ્રેનિંગ અંગે માહિતી આપવામાં આવી હતી.
મોરબી સિવિલ હોસ્પિટલ દ્વારા હાર્ટ એટેક આવે ત્યારે પ્રાથમિક સારવાર કઈ રીતે આપવી તે અંગે સીપીઆર ટ્રેનિંગ મોરબી સબ જેલના અધિકારી, કર્મચારી તેમજ બંદીવાનોને આપવામાં આવી હતી. સીપીઆર અંગેનો ડેમો બતાવી તમામને માહિતગાર કરાયા હતા. આ તકે જેલ અધીક્ષક ડી.એમ. ગોહેલ તેમજ જેલર પી.એમ. ચાવડાએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
- text
- text