મોરબી : મોરબી તાલુકાના જીવાપર ગામની સીમમાં આવેલ લાફોન ગ્રેનાઈટો સીરામીક ફેકટરીમાં કામ કરતા નારૂભાઈ પાનસિંગભાઇ ભાભોર ઉ.19 નામના શ્રમિકને ઇલેક્ટ્રીક મોટરમાંથી શોક લાગતા પાણીના ટાકામાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.