મોરબી : મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા અને ઇન્ડિયન મેડિકલ એસોશિએશન મોરબી દ્વારા આગામી તા. 28ને રવિવારે સાંજે 3:30 કલાકે રવાપર તાલુકા પ્રાથમિક શાળા ખાતે નિ:શુલ્ક સ્વાસ્થ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા અને ઇન્ડિયન મેડિકલ એસોશિએશન મોરબીના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ નિ:શુલ્ક સ્વાસ્થ્ય શિબિરમાં 10 થી 17 વર્ષની કુમારીકાઓની હિમોગ્લોબિનની તપાસ કરી આપવામાં આવશે તેમજ જરૂરી દવા પણ આપવામાં આવશે. સમાજની તંદુરસ્તીનો આધાર સ્ત્રીઓની તંદુરસ્તી પર રહેલો હોય છે અને સ્વસ્થ સંસ્કારીતા ભારતના નિર્માણના ધ્યેયને ઉજાગર કરવા ભારત વિકાસ પરિષદ તે દિશામાં કામ કરી રહ્યું છે ત્યારે દરેક બહેનોને આ નિ:શુલ્ક શિબિરનો લાભ લેવા ભારત વિકાસ પરિષદ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.