મોરબી : મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામના સ્મશાન નજીકથી ત્રણ આરોપીઓને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 60 બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે ઉંચી માંડલ ગામના સ્મશાનની દીવાલ પાસેથી આરોપી શક્તિસિંહ નીનુભા ગોહિલ રહે.દેગામ જી.સુરેન્દ્રનગર, હિતેન્દ્રભાઈ ખેતાભાઇ મકવાણા રહે.નવી પીપળી અને જગદીશભાઈ મારું રહે. ઉંચી માંડલ ગામ વાળાને જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 60 બોટલ કિંમત રૂપિયા 25,980 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.