આઠમા સમૂહ લગ્નોત્સવ માટે ફોર્મ વિતરણ શરૂ મોરબી : વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઠમા સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે આવતીકાલથી ફોર્મ વિતરણ શરૂ કરાશે.મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વર્ષોથી શિક્ષણ, આરોગ્ય અને સામાજિક સેવાઓ કરી રહેલ વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં સાત સમૂહ લગ્નોથી ૨૨૯ દીકરીઓના લગ્નો કરાવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સંસ્થાઓ સાથે મળી આઠમા સમૂહ લગ્નનું આયોજન કરેલ છે. આ સમૂહ લગ્નોત્સવ સર્વ જ્ઞાતિની દીકરીઓ માટે છે. જેમાં પિતા વગરની દીકરીને પહેલા પ્રધાન્ય આપવામાં આવશે.આ લગ્નોત્સવમાં જોડાવવા માંગતા પરિવારો તારીખ ૨૪/૦૧/૨૦૨૪ થી ૧૦/૦૨/૨૦૨૪ સુધી ફોર્મ પ્રાગટ્ય ક્લિનિક, આંબેડકર કોલોની, રોહીદાસ પરા મેઈન રોડ, મોરબી ખાતે થી સવારે ૧૦ થી ૧ અને સાંજે ૫ થી ૭ મેળવી શકશે. આ સમૂહ લગ્નોત્સવના સમયે કન્યાની ઉમર 18 પૂર્ણ અને વરની ઉમર 21 પૂર્ણ હોવી જોઈએ તેમજ પ્રથમ લગ્ન વાળા જ આવેદન કરી શકશે. આ લગ્નોત્સવમાં દાન આપવા કે સ્વયંસેવક તરીકે જોડાવવા ડો.પરેશકુમાર પારિઆ મો.૮૭૩૨૯૧૮૧૮૩, ડો.હાર્દિક જેસ્વાણી મો.૯૨૨૮૮૦૦૧૦૮ તેમજ ડો.મિલન ઉઘરેજા મો.૮૭૫૮૮૩૩૩૮૮ પર સંપર્ક કરવો.