મોરબી : મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા નાનીવાવડી ગામે 26માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હોય જ્યાં ગામની બહેનોએ ઉત્સાહભેર ગ્રાઉન્ડની સફાઈ કરી હતી.મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા આગામી 14 ફેબ્રુઆરીએ નાનીવાવડી ગામે 26માં સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ચૂકી હોય ત્યારે ગામની અંદાજે 100થી વધુ બહેનોએ ઉત્સાહ અને ઉમંગ સાથે ગ્રાઉન્ડની સફાઈ કરી હતી. પોતાના ઘર આંગણે સમુહ લગ્નનું ભવ્ય આયોજન હોય ત્યારે સફાઈમાં સહભાગી થઈ પોતાની સેવા આપી હતી.