ટંકારા : ટંકારા તાલુકાના મોટા ખીજડિયા ગામે શ્રી રામ મંદિર અયોધ્યા ખાતે યોજાયેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ગામના તમામ લોકો સ્વયંભૂ જોડાયા હતા અને શોભાયાત્રા, મહાઆરતી સાથે ધુમાડા બંધ ગામ જમણ સાથે પ્રસાદનુ આયોજન કરાયું હતું. આ તકે, ભોરણીયા અંબારામભાઈ વશરામભાઈએ સમગ્ર આયોજનને સફળ બનાવી સરપંચ જુવાનસિહ તેમજ ઝાલા સાહેબ સ્ટેટ દ્વારા ગામ લોકો સાથે મળી એક મેક બની અદભુત ઉજવણી કરી હતી.