22 જાન્યુઆરીએ ધૂન-ભજન, મહાઆરતી, પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયામોરબી : રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મોરબીના જલારામ પ્રાર્થના મંદિર દ્વારા 5100 પેકેટ કેસર પેંડાનું વિતરણ શહેરના સમસ્ત રામભક્તોને કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જલારામ પ્રાર્થના મંદિરે સંતો-મહંતોની પ્રેરક ઉપસ્થિતિમાં ધૂન-ભજન, મહાઆરતી, પ્રસાદ વિતરણ સહીતના કાર્યક્રમો દ્વારા પ્રભુ શ્રી રામની આરાધના કરવામાં આવી હતી.મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા 22 જાન્યુઆરી ને સોમવારના રોજ શ્રી રામ મંદિર-અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ભક્તિભાવપૂર્વક ધામધુમથી કરવામાં આવી હતી.. જે અંતર્ગત સવારે ધૂન-ભજન, મોરબી શ્રી રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેનના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ તેમજ બપોરે 12-39 કલાકે અભિજીત મૂહુર્તમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા. તે ઉપરાંત મોરબી મુકામે સર્વ હિન્દુ સંગઠન મોરબી દ્વારા દરબારગઢથી નગરદરવાજા સુધી ભવ્ય શોભાયાત્રા તેમજ મહાઆરતીના આયોજન દરમિયાન પણ મોરબી શ્રી જલારામ મંદિર દ્વારા સર્વે રામભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમાં મોરબી-માળીયા મતવિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહીતના અગ્રણીઓએ પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કરી પ્રભુ શ્રી રામની આરાધના કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર દિવસ દરમિયાન મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા 5100 પરિવારોને પ્રસાદ સ્વરૂપે કેસર પેંડાના બોક્સ વિતરણ કરવામાં આવ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, નિર્મિતભાઈ કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, નેવિલભાઈ પંડિત, લખનભાઈ કક્કડ, શ્યામભાઈ ચૌહાણ, મીતભાઈ પટેલ, નિકેતનભાઈ કક્કડ, હસુભાઈ પુજારા, કીશોરભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર, રમણીકભાઈ ચંડીભમર, હીતેશભાઈ જાની, જયંતભાઈ રાઘુરા, અમિતભાઈ પોપટ, પારસભાઈ ચગ, અનિલભાઈ સોમૈયા, અનિલભાઈ ગોવાણી, સુનિલભાઈ પુજારા, નરેન્દ્રભાઈ રાચ્છ, નરેન્દ્રભાઈ પાંવ, પ્રતાપભાઈ ચગ, મનોજભાઈ ચંદારાણા, જગદીશભાઈ કોટક, સી.ડી.રામાવત, જીતુભાઈ કોટક, હરીભાઈ વિઠ્ઠલાણી, વિપુલભાઈ પંડિત, કૌશલભાઈ ઘેલાણી, રાજુભાઈ વિંધાણી, ઋષિભાઈ ઘેલાણી, જયેશભાઈ કંસારા, દીનેશભાઈ સોલંકી, પપ્પુભાઈ ચંડીભમર, ભારતીબેન ચતવાણી, ચંદ્રિકાબેન માનસેતા, મીનાબેન ચંડીભમર, પ્રિતીબેન ચંદારાણા, ભાવનાબેન સોમૈયા, નયનાબેન મીરાણી, રીનાબેન ચૌહાણ, ચંદ્રિકાબેન કારીયા, પ્રિયંકાબેન ભીંડે, લીલાબેન પુજારા, ભારતીબેન બુધ્ધદેવ સહીતના શ્રી જલારામ સેવા મંડળ તથા શ્રી જલારામ મંદિર મહિલા મંડળના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.