મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ ભાગ્યલક્ષ્મી એપાર્ટમેન્ટ દ્વારા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આખો દિવસ એપાર્ટમેન્ટના રહેવાસીઓ દ્વારા ધૂન-ભજન સાથે રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. આ સાથે સમૂહ ભોજનનો કાર્યક્રમ પણ ગોઠવવામાં આવ્યો હતો.