મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 24 જાન્યુઆરીને બુધવાર છે. તેમજ ગુજરાતી પંચાંગ પ્રમાણે વિક્રમ સંવત 2080, પોષ સુદ ચૌદશની તિથિ છે. આજે ભારતીય રાજ્ય ઉત્તરપ્રદેશનો સ્થાપના દિવસ અને રાષ્ટ્રીય બાલિકા દિવસ છે. ત્યારે જાણીએ આજની તારીખે ઇતિહાસમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિષે..મહત્વની ઘટનાઓ1857 – કલકત્તા વિશ્વવિદ્યાલયની ઔપચારિક રીતે દક્ષિણ એશિયાના પ્રથમ સંપૂર્ણ વિકસિત વિશ્વવિદ્યાલય તરીકે સ્થાપના કરવામાં આવી.1946 – સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ સંયુક્ત રાષ્ટ્ર અણુ ઊર્જા આયોગની સ્થાપનાનો પ્રથમ ઠરાવ પસાર કર્યો.1950 – જન ગણ મન ગીતને ભારતની બંધારણ સભાએ રાષ્ટ્રગીત તરીકે અપનાવ્યું.1966 - જીનિવા જવા નીકળેલું એર ઇન્ડિયાનું વિમાન (ફ્લાઇટ નં. ૧૦૧) ફ્રાન્સની વિખ્યાત મોં બ્લાં પર્વતમાળાના બોસન્સ નામના શિખર પર તૂટી પડતાં તમામ ૧૧૭ મુસાફરો માર્યા ગયા. વિમાનના મુખ્ય ચાલક હજારીલાલ પુરોહિત ૨૦૦ કલાકના ઉડ્ડયનનો અનુભવ ધરાવતા કાબેલ પાયલટ હતા. આ કમનસીબ વિમાનમાં ભારતીય અણુકાર્યક્રમના ભિષ્મ પિતામહ ડૉ. હોમી જહાંગીર ભાભા પણ હતા.પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ1927 – કામિની કૌશલ, હિંદી ચલચિત્ર અને ટેલિવિઝન અભિનેત્રી1927 – પ્રિયકાંત મણિયાર, ગુજરાતી સાહિત્યકાર (અ. ૧૯૮૫)1945 – સુભાષ ઘાઈ, ભારતીય દિગ્દર્શક, નિર્માતા અને પટકથા લેખકપ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ1965 – વિન્સ્ટન ચર્ચિલ, બ્રિટીશ રાજનેતા, સૈન્ય અધિકારી અને લેખક (જ. ૧૮૭૪)1966 – ડૉ. હોમી ભાભા, ભારતીય ભૌતિકશાસ્ત્રી અને શિક્ષણવિદ્ (જ. ૧૯૦૯)2011 – ભીમસેન જોશી, હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત પરંપરાના ભારતીય ગાયક2023 – બી. વી. દોશી, ભારતીય સ્થપતિ (જ. ૧૯૨૭)(અહીં આપેલી વિગતોનું સંકલન ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર કરેલું છે.)