મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર સ્કાય મોલની બાજુમાં આવેલ કોમ્પલેક્ષમાં આવેલી ઓફિસના સીસીટીવી કેમેરા, ખુરશી અને બોર્ડ તોડી નાખી નુકશાન પહોંચાડયાની ત્રણેય વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર સ્કાય મોલની બાજુમાં ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ નામની ઓફિસને નિશાન બનાવી આરોપી જયેશ રબારી રહે.રબારીવાસ મોરબી, રાજ રાજુ સિક્યુરીટી અને વાલ્વા ધર્મેશ રહે.બન્ને સ્કાય મોલ મોરબી વાળાઓએ ક્રિષ્ના એન્ટરપ્રાઇઝના સીસીટીવી કેમેરા,ખુરશી અને બોર્ડ તોડી નાખતા બનાવ અંગે યદુનંદન સોસાયટીમાં રહેતા જીવણભાઇ ખીમાભાઇ કુંભારવાડીયાએ ત્રણેય વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.