મોરબી : ગુજરાત સરકાર દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના ફિક્સ પગારના કર્મચારીઓમાં પગાર સુધારા મંજૂર કરતા ધોરણ 9થી 12ના 6700 જેટલા વર્ગ-3 અને 4ના શિક્ષણ સહાયકો-વહિવટી સહાયકોને પગાર વધારાનો લાભ મળશે.પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના ફિક્સ પગારના વર્ગ-3 અને વર્ગ-4ના શિક્ષણ સહાયક, વહિવટી સહાયક અને સાથી સહાયકોના માસિક ફિક્સ પગારમાં વધારો કરવા ઠરાવ કર્યો છે.જે મુજબ 2017 અને 2019ના ઠરાવ અન્વયે મળતા 16224 માસિક પગારમાં વધારો કરાતા હવે 21100 ચુકવાશે. જે કર્મચારીનો 19950 માસિક પગાર છે તે વધીને 26000 અને અને 31340 માસિક પગાર છે તે વધીને 40800 કરવામાં આવ્યો છે.આ ઉપરાંત જે શિક્ષણ સહાયકોનો 38090 પગાર છે તેઓને 11000નો પગાર વધારો મળતા હવે 49600 માસિક પગાર ચુકવાશે. સરકારના આ ઠરાવ સાથે રાજ્યના ગ્રાન્ટેડ સ્કૂલોના ધોરણ 9થી 12ના 6668 જેટલા ફિક્સ પગારના કર્મચારીઓને માસિક 704.12 લાખ રૂપિયાનો વધુ પગાર ચુકવાશે અને સરકારના પગાર ખર્ચમાં હવે વાર્ષિક 85 કરોડ રૂપિયના વધારો થશે.