મોરબી : સમગ્ર દેશમાં ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે ત્યારે મોરબીની આરાધના સોસાયટીમાં ઉજવણી રૂપે 10 ફૂટ લાંબી અને 10 ફૂટ પહોળી રંગોળી બનાવીને ભગવાન શ્રીરામ સીતાની તસ્વીર બનાવવામાં આવી હતી. સાથે જ મહાઆરતી અને સાંજે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. આમ આરાધના સોસાયટીના રહીશોએ સાથે મળીને પ્રભુશ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી હતી.