હળવદ : હળવદ તાલુકાના મેરૂપર ગામના પાટીયે મહાદેવ હોટલ ખાતે રહેતા મૂળ રાજસ્થાની ટ્રક ચાલક બળવંતસિંગ સરદારસિંગ ચૌહાણ ઉ.45 નામના યુવાનને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ હાર્ટ એટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.