મોરબી : મૂળ મોરબીના લૂંટાવદર ગામના યુવાને ગુજરાત ટેકનોલોજી યુનિવર્સીટીમા માસ્ટર ઓફ એન્જીનીયરીંગમા ગોલ્ડ મેડલ મેળવી મોરબી જિલ્લાને અનેરું ગૌરવ અપાવ્યું છે.વિશ્વભરમાં નામાંકિત એવી ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીનો 13મો વાર્ષિક પદવીદાન સમારોહ ગઈકાલે તારીખ 20 જાન્યુઆરી, 2024ના રોજ સાયન્સસીટી અમદાવાદ ખાતે યોજાયેલ હતો. જેમાં માસ્ટર ઓફ એન્જીનીયરીંગ ક્ષેત્રે સમગ્ર યુનિવર્સિટીમાં સર્વોચ્ચ સ્થાન મેળવનાર મૂળ મોરબીના લુંટાવદર ગામના યુવાન ગૌરવ ગોપાલભાઈ ઝાલરીયાને ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલ અને કુલપતિની ઉપસ્થિતિમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. ગૌરવ ગોપાલભાઈ ઝાલરીયાએ મોરબી જિલ્લાને માસ્ટર ઓફ એન્જીનીયરીંગ ડિગ્રીમાં ગોલ્ડ મેડલ અપાવીને ઝાલરીયા પરીવાર અને મોરબીનું ગૌરવ વધાર્યું છે.