મોરબી : મોરબીના મકનસર ગામે ગાયત્રી કિડ્સ સ્કુલ દ્વારા રામચંદ્ર ભગવાનની જન્મભૂમિ અયોધ્યા ખાતે પ્રભુ શ્રીરામ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ગાયત્રી હવન, દિપોત્સવ, રંગોળી તથા ભવ્ય આરતી યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.