મોરબી : મોરબીના માધાપર વિસ્તારમાં અયોધ્યા મહોત્સવ નિમિત્તે આવતીકાલે સંતવાણી, શોભાયાત્રા અને મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબીના માધાપર ખાતે આનંદ ઉત્સવ અંતર્ગત આજે તા.21ના રોજ રાત્રે ભજનિક હર્ષ મારુ, અનિલ પરમાર, વિજય ડાભી અને જીજ્ઞેશ જાદવ ભજનની રમઝટ બોલાવશે અને તા.22ના રોજ સવારે 9:30 કલાકે રામજી મંદિરથી શોભાયાત્રા યોજાશે, જ્યારે 12:00 કલાકે મહાઆરતી, તથા 12:30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તા.22મીએ બપોરે 4થી રાત્રીના 8 વાગ્યા સુધી કચ્છના જાણીતા લોકગાયક કુ.આરતીબેન સતવારા અને ભજનિક મહેશભાઈ ડાભી ભજનની રમઝટ બોલાવશે, જેથી આ ધાર્મિક અવસરનો સર્વે ધર્મપ્રેમીઓને લાભ લેવા માધાપર આનંદ ઉત્સવ સમિતિ દ્વારા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.