મોરબી : આજરોજ જીએમઈઆરએસ મેડિકલ કોલેજ મોરબી ખાતે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રંગોળી અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રામમંદિર થીમ ઉપર વિવિધ રંગોળી અને ચિત્રો દોરેલ હતા. કોલેજના ફેકલ્ટીઓએ પણ સાથે રહી આ પ્રસંગે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.