મોરબી : આજે અયોધ્યા ખાતે શ્રીરામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર દેશવાસીઓ રામમય બની ગયા હતા. ત્યારે મોરબીના ભડિયાદ ખાતે રામભક્ત હનુમાનજી મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી અંતર્ગત ભડીયાદ કાંટે આવેલા રામભક્ત હનુમાનજી મંદિર ખાતે વિશાળ રંગોળી કરવામાં આવી હતી. તેમજ નાના બાળકો દ્વારા રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજીની વેશભૂષા ધારણ કરી હતી. તેમજ આસપાસના લોકોએ ભેગા મળી આરતી કરી જયશ્રી રામના નાદ સાથે વાતાવરણ રામમય બની ગયું હતું.