મોરબી : આજરોજ મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલી પ્રમુખ રેસીડેન્સીમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામા આવી હતી.આજરોજ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ પ્રમુખ સોસાયટીમાં આજે સવારે શોભાયાત્રા તેમજ રાસ ગરબા યોજાયા હતા જેનું એલઈડી પર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. બપોરે 12:22 કલાકે મહાઆરતી અને આરતી પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું આયોજન કરાયું છે. બપોરે 3:00 થી 6:00 કલાક દરમ્યાન રાસગરબા ત્યારબાદ મહાપ્રસાદ અને રાત્રે 9:00 કલાકે ગોપી મંડળ ધૂન યોજવામાં આવનાર હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.