મોરબી : મોરબીના લીલાપર ગામે રામજી મંદિરે આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં સવારે શોભાયાત્રા, યજ્ઞ, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.લીલાપર ગામે શોભાયાત્રા ગામના પ્રવેશ દ્વારેથી શરૂ થઈ રામજી મંદિર ચોક સુધી વાજતે-ગાજતે નીકળી હતી. આ ઉપરાંત જટાયુ દ્વાર, રામ દ્વાર, લક્ષ્મણ દ્વાર, શબરી દ્વાર વગેરે દ્વાર ઉભા કરાયા હતા અને આખું મંદિર સુશોભિત કરાયું હતું. ઉપરાંત સાંજે પણ શોભાયાત્રા, રામધૂન સહિતના કાર્યક્રમો યોજાશે. સમસ્ત ગ્રામજનો દ્વારા આખા ગામને સુશોભિત કરાયું છે, ત્યારે લીલાપર ગામ જાણે અવધ નગરીમાં ફેરવાયું હોય તેઓ માહોલ સર્જાયો છે.