મોરબી : આજે અયોધ્યામાં થનાર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં અલગ જ ઉમંગ અને ઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે મોરબીના કાંતિ જ્યોત વિસ્તારમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.મોરબીના કાંતિજ્યોત વિસ્તારમાં આજરોજ વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા. તેમજ રામધન આશ્રમ ખાતે મહાઆરતી કરવામાં આવી હતી. જેમાં સ્વયંભૂ રીતે રામલલ્લાને વધાવ્યાં હતા.આ ઉજવણી અંતર્ગત સાંજના કાંતિ જ્યોત દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રા તેમજ મહાઆરતીમાં ભક્તોએ જય શ્રીરામના નારા ગૂંજી ઉઠ્યા હતા અને સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હતું.