દવાખાનાના ઉદ્દઘાટનમાં ગયેલા વૃદ્ધ કાકાને ઢીકા પાટુનો માર પણ માર્યોમોરબી : મોરબીના રહેતા વૃદ્ધની હળવદ તાલુકામાં આવેલ વડીલો પાર્જીત ખેતીની જમીનના ભાયુભાગ મામલે મોટાભાઈના પુત્રએ ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઇડન ગાર્ડનમાં રહેતા મૂળ હળવદ તાલુકાના જુના દેવળીયા ગામના વૃદ્ધ ઇશ્વરલાલ અમરસીભાઈ ભોરણીયાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી એવા સગા ભત્રીજા શાંતિલાલ રતિલાલ ભોરણીયા રહે.હળવદ વાળા વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.19ના રોજ ઇશ્વરલાલ મહેન્દ્રનગર ચોકડી નજીક એક ક્લિનિકના ઉદઘાટનમા ગયા હતા ત્યારે તેમનો ભત્રીજો આરોપી શાંતિલાલ મળી જતા તેણે હળવદ ખાતે આવેલ વડીલો પાર્જીત ખેતીના ભાયુભાગની જમીનના ભાગ ક્યારે પાડવા છે તેમ કહી ફડાકા ઝીકી દઈ ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.