આગ લાગે તો શું કરવું ? તે અંગે ફાયર વિભાગની ટીમે ડેમોસ્ટ્રેશન સાથે ટ્રેનિંગ આપીમોરબી : મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસનાં લીડીંગ ફાયરમેન જયેશ ડાકી અને ફાયર સ્ટાફ દ્વારા ફાયર સેફટી જાગૃતિ હેતુસર નવયુગ વિદ્યાલયનાં 870 વિદ્યાર્થી, તપોવન વિદ્યાલય કોમર્સ સ્કૂલનાં 450 વિદ્યાર્થી, જ્ઞાનપથ વિદ્યાલયનાં 340 વિદ્યાર્થી, દોશી હાઇસ્કુલનાં 198 વિદ્યાર્થી, નવયુગ શૈક્ષણિક સંકુલનાં 870 એમ કુલ 2733 વિદ્યાર્થીઓ અને સ્કૂલના શિક્ષક સ્ટાફને ફાયર ડેમોસ્ટ્રેશન અને ટ્રેનિંગ સ્કુલ પર જઇને આપવામાં આવી હતી.ખાસ ટ્રેનીંગમાં લાઈફ જેકેટ અને લાઈફ રીંગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આગ લાગવાના કારણો, આગના પ્રકારો, કેવા કેવા પ્રકારની આગ લાગી શકે? આગથી કેવી રીતે બચી શકાય? આગની સામે કેમ રક્ષણ મેળવી શકાય, આગ કે અન્ય અકસ્માતમાં ફસાઈ જાય તો પોતાનો સ્વ બચાવ કેવી રીતે કરવો અને અન્યને પણ બચાવીને બહાર કેવી રીતે કાઢવા તે અંગે માર્ગદર્શન આપેલ હતું. આ સાથે અગ્નિશામક યંત્રનો ઉપયોગ કેવી રીતે કરવો તે પદ્ધતિસર સમજાવ્યું હતું. ત્યારબાદ અગ્નિશામક યંત્રના ઉપયોગનો લાઈવ ડેમો રાખેલ હતો.મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ કેવી કેવી કામગીરી કરે છે અને કોઈ પણ પ્રકારની આગ લાગે ત્યારે અને રેસ્ક્યુ વખતે ઈમરજન્સી કોન્ટેક્ટ ૧૦૧ નંબર પર ફોન કરીને ફાયર સ્ટેશનનો સંપર્ક કરી શકાય છે.ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ શૈક્ષણિક સંકુલ, સોસાયટી, હોસ્પિટલ કે બહુમાળી ઈમારતોમાં આવા ફાયર સેફટી જાગૃતિના હેતુસર ફ્રી લાઈવ ડેમો અને ટ્રેનિંગ માટે મોરબી જિલ્લા સ્ટેશન ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા (૯૯૭૯૦ ૨૭૫૨૦) લીડિંગ ફાયરમેન જયેશ ડાકી (૯૭૩૭૪ ૦૩૫૧૪) તેમજ ફાયર સ્ટેશનનો સંપર્ક કરવો.