મોરબી : આજે અયોધ્યામાં યોજાયેલ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ઉમંગ અને ઉલ્લાસનો માહોલ છે. ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક એવા મોરબીના ડો. જયંતિભાઈ ભાડેસિયા પત્ની સાથે અયોધ્યામાં હાજરી આપી રહ્યા છે.અયોધ્યા ખાતે આજે આજે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે ત્યારે પશ્ચિમ ક્ષેત્રના સંઘ સંચાલક અને મોરબીના ડો. જયંતિભાઈ ભાડેસિયા અને તેમની પત્ની અયોધ્યા પહોંચ્યા છે. જ્યાં તેઓ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સાક્ષી બન્યા છે. નોંધનીય છે અયોધ્યા ખાતે યોજાયેલા આ સુવર્ણ અવસરે મોરબી કબીર આશ્રમના મહંત શિવરામદાસ બાપુ સહિતના લોકો પણ અયોધ્યામાં ઉપસ્થિત છે.