પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ સંધ્યાએ હનુમાન ચાલીસા પાઠ સાથે બાળકોએ રજૂ કર્યા અદભુત કાર્યક્રમમોરબી : અયોધ્યા ખાતે યોજાનાર પ્રભુ શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ સંધ્યાએ મોરબીના બાપા સીતારામ ચોક ખાતે યોજાયેલ જાહેર કાર્યક્રમમાં હનુમાન ચાલીસાના પાઠ સાથે બાળકોએ રામાયણના પાત્રો ભજવતા હકડેઠઠ માનવ મેદની વચ્ચે મોરબી અયોધ્યા સમુ બન્યું હતું.મોરબી ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ અને રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા શહેરના રવાપર રોડ ઉપર આવેલ બાપાસીતારામ ચોક ખાતે વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં હનુમાન ચાલીસા પઠન સહિતના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી રામનામમાં લિન બન્યા હતા.આ જાહેર કાર્યક્રમમાં મોરબીની વિવિધ શાળાના બાળકોએ રામાપણના વિવિધ પ્રસંગોને વિવિધ વેશભૂષામાં રજૂ કરી અયોધ્યા જેવો માહોલ ખડો કરતા લોકોમાં હર્ષ સાથે આનંદની લાગણી છવાઈ હતી.