મોરબી : આજે અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો છે ત્યારે મોરબીના સુપ્રસિદ્ધ રામ મહેલ મંદિરમાં પણ મહાઆરતી કરવામાં આવી હતી.અયોધ્યામાં રામ મંદિરમાં જ્યારે આરતી થઈ ત્યારે મોરબીના રામ મહેલ મંદિરમાં પણ આરતી કરવામાં આવી હતી. આ આરતીમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા અને આરતીનો લ્હાવો લીધો હતો. આ ઉપરાંત મંદિરની બહાર મોટી એલઈડી સ્ક્રીન રાખવામાં આવી હતી. જેમાં લોકોએ અયોધ્યામાં થઈ રહેલી પ્રાણ પ્રતિષ્ઠા વિધિ નિહાળી હતી. મંદિરમાં દર્શનાર્થે આવેલા ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. આ ઉપરાંત દિવસભર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. 1990 અને 1992માં અયોધ્યામાં સેવા આપનાર કાર સેવક અનુપસિંહ જાડેજાએ આ ક્ષણે જણાવ્યું હતું કે, આજે ખૂબ જ ખુશી છે અને જીવન સાર્થક થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે.