મોરબી : શ્રીરામ જન્મભૂમિ અયોધ્યા ખાતે રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીમાં સમગ્ર દેશ રામમય બની ગયો છે. ત્યારે આ ઉજવણીમાં સહભાગી થવા મોરબીના કુબેરનગર- 4માં આવેલા લીમડીયા હનુમાનજી મંદિર ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બપોરના 12:30 કલાકે મહાઆરતી કરવામાં આવી હતી તેમજ સાંજે 101 દીવડાની આરતી તેમજ રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરેક કાર્યક્રમમાં ધર્મપ્રિય જનતાને ઉપસ્થિત રહેવા લીમડીયા હનુમાનજી મંદિર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.