મોરબી : મોરબીના પરશુરામધામ ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 75 કાર સેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ 7500 દીવડાની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેળાએ બ્રહ્મ સમાજની મહિલા પાંખનો સહયોગ રહ્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ આ કાર્યક્રમને ભાવભેર માણ્યો હતો.