મોરબી : અયોધ્યામાં શ્રીરામ મંદિર ખાતે રામલ્લા આજે બીરાજમાન થયા છે. આજે શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર દેશ રામમય બની ગયો છે.ઠેર-ઠેર તોરણ લગાવીને, રંગોળી કરીને, ફટાકડા ફોડીને રામલ્લાનું સ્વાગત કરવામાં આવ્યું છે ત્યારે મોરબીમાં પણ અનેક કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. સામાં કાંઠે આવેલા ફ્લોરા હોમ્સ ખાતે 111ફૂટ બાય 25 ફૂટની વિશાળ રંગોળી બનાવવામાં આવી હતી. આ રંગોળીની વિશેષતા એ હતી કે તે 200 કીલો ફૂલોનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી. વિશાળ રંગોળી જોઈ રામ ભક્તો પણ ખુબજ આનંદિત થયા હતા. આ રંગોળી બનાવવા માટે સોસાયટીમાં રહેતા પોલીસ અધિકારીઓ, સરકારી અધિકારીઓના પરિવારના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.