મોરબી : આજે જ્યારે અયોધ્યા ખાતે શ્રીરામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર દેશ રામમય બની ગયો છે ત્યારે સંસ્કાર રેસીડેન્સી ક્રિષ્ના સ્કૂલ શેરી દ્વારા ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં બહોળી સંખ્યામાં રામ ભક્ત ભાઈઓ-બહેનો જોડાયા હતા.ભવ્ય શોભાયાત્રામાં જય શ્રીરામના નારા ગૂંજી ઉઠ્યા હતા.