અલગ અલગ ચાર જગ્યાએથી શોભાયાત્રા નીકળીમોરબી : આજે મોરબીના બાપા સીતારામ ચોક ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉમિયા નવરાત્રિ મહોત્સવ અને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં ચાર જગ્યાએથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી.મોરબીના બાપાસીતારામ ચોક ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જુદા જુદા ચાર દ્વાર બનાવાયા હતા. નિલકંઠ વિદ્યાલય પાસે લક્ષ્મણજી દ્વાર, રવાપર ચોકડી ખાતે સીતાજી દ્વાર, અવની ચોકડી ખાતે રામ દ્વાર અને નવા બસ સ્ટેન્ડ સામેથી હનુમાનજી દ્વાર બનાવાયા હતા. ચારેય દ્વારમાંથી અલગ અલગ ચાર શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને આ શોભાયાત્રા બાપા સીતારામ ચોક ખાતે પહોંચી હતી. ત્યાં સમૂહ આરતી સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત બાપા સીતારામ ચોક ખાતે વિવિધ ફ્લોટ્સ રાખવામાં આવ્યા હતા જેમાં બાળકો દ્વારા વિવિધ વેશભૂષા ધારણ કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને સિરામિક એસોસિએશનના પ્રમુખો સહિતના મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી.