મોરબી : મોરબીના પીપળી નજીક શિવપાર્ક પાસે આજે સાંજના અરસામાં કોલસો ભરેલ જીજે 05 બીવી 2140 નંબરનું ડમ્પર પલટી મારી ગયું હતું. આ બનાવમાં ડ્રાઇવરને ઇજાઓ પહોંચી હતી. જો કે સ્થાનિકોના જણાવ્યા મુજબ ડ્રાઇવર પીધેલો હતો. તેને ઇજા પહોંચતા એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.