મોરબી : શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યામાં 22મીએ ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય તેમજ આનંદોત્સવ ઉજવવાનો હોય ત્યારે મોરબીના નાનીવાવડી ગામે પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.આવતીકાલ તારીખ 21/1ને રવિવારે વહેલી સવારથી 24 કલાક રામચરિત માનસના પાઠ, 22મીએ સવારે 8:30 કલાકે સમજુબા સ્કૂલથી શોભાયાત્રા, બપોરે 12:15 કલાકે રામજી મંદિરે મહાઆરતી જેમાં દરેકે ઘરેથી થાળી લઈને આવવી. ત્યારબાદ સાંજે 5:00 કલાકે બટુક ભોજન, સાંજે 4:00 કલાકથી પ્રસાદ વિતરણ તેમજ રાત્રે 9:00 કલાકે રામજી મંદિરે રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સર્વે ગ્રામજનોને પધારવા અનુરોધ કરાયો છે.